LIONS CLUB SOCIETY
MODASA
સંસ્થાની શરૂઆત
શ્રી વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરામૂંગા શાળા ઈ.સ. ૧૯૬૯ માં ભાડાના મકાનમાં ૨૧ બાળકોથી સંસ્થાની શરૂઆત કરવામાં આવી. આજે મોટું વટવૃક્ષ બનેલી આ સંસ્થામાં હાલ ૧૨૦ બાળકો શાળામાં અભ્યાસ કરે છે. આવા મુક બધિર દિવ્યાંગ બાળકો માટે ધોરણ-૮ પછી શું? તે એક વિકટ પ્રશ્ન હતો આવા મુક બધિર બાળકો તેમની રોજી- રોટી કમાઈ શકે અને સ્વમાન થી સ્વતંત્ર રીતે પોતાની આગવી પ્રતિષ્ઠા અને ધંધાકીય સૂઝ થી ઊંચા મસ્તકે ગર્વથી જીવન વિતાવી શકે તે હેતુથી ઓગષ્ટ ૨૦૦૨ માં લાયન્સ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર (દીવ્યાંગો માટે) ની ગ્રાન્ટ ઇન એઇડ મંજુરી મળી હાલમાં સંસ્થા ખાતે કુલ સાત ટ્રેડ કાર્યરત છે. જેમાં દર વર્ષે ૯૦ થી વધુ તાલીમાર્થીઓ પ્રવેશ મેળવી વ્યવસાયલક્ષી તાલીમ મેળવી રહ્યા છે.
શ્રી વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરામૂંગા શાળા, મોડાસા
લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત શ્રી વા.હી. ગાંધી બહેરામૂંગા શાળામાં બહેરામૂંગા બાળકો માટે શિક્ષણની સાથે સહ અભ્યાસીક પ્રવૃતિઓની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે. ધો-૧ થી ધો-૮ સુધીનો અભ્યાસ ચાલે છે. જેમાં ૬ થી ૨૧ વર્ષ સુધીના કોઈપણ બહેરા-મૂંગા બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. હાલ ૧૨૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાક્રમમાં પુસ્તકો, નોટબુકો, ગણવેશ તથા દાકતરી સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. મૌખિક તથા પ્રત્યક્ષ પધ્ધતિઓથી બહેરામૂંગા બાળકોના સ્પેશીયલ ટ્રેઈન્ડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. પ્રાથમિક વિભાગના વર્ગમાં ગૃપ હિયરીંગ એઇડ દ્વારા વાણી, વાંચનની તાલીમ આપવામાં આવે છે. દરેક બાળકોને વ્યક્તિગત હિયરીંગ એઇડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની બધીર બાળકોની રમત સ્પર્ધા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં બાળકોને ઉત્સાભેર ભાગ લેવા પ્રોત્સાહિત કરવા અને તાલીમની ઉત્તમ સુવિધા છે.
ધી મોડાસા નાગરિક સહકારી બેંક લી. બધીર છાત્રાલય
શાળાના બાળકો માટે અધતન સગવડો ધરાવતું ધી મોડાસા નાગરિક સહકારી બેંક લી. બધીર છાત્રાલયમાં ભાઈઓ-બહેનો માટે અલગ-અલગ છાત્રાલય અને દાક્તરી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. હાલમાં છાત્રાલયમાં કુલ ૧૨ કર્મચારીઓ તેમની અલગ-અલગ જવાબદારી સંભાળે છે. બાળકોની સારવાર ચિકિત્સા અને તંદુરસ્તીની સંભાળ રાખવા નિષ્ણાંત ડૉકટરની સેવા ઉપલબ્ધ છે. બાળકોને સવારે નાહવા-ધોવા ગરમ પાણી તેમજ સાત્વિક નાસ્તો અને ભોજન પુરૂ પાડવામાં આવે છે.
લાયન્સ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર (દિવ્યાંગો માટે)
લાયન્સ ક્લબ સોસાયટી ધ્વારા વર્ષ ૨૦૦૨ થી રોજગાર અને તાલીમ ખાતું ગુજરાત રાજ્ય ધ્વારા માન્યતા મેળવેલ લાયન્સ આઈ.ટી.આઈ. માં કુલ સાત ટ્રેડ ૧. આર્મેચર એન્ડ મોટર રીવાઈન્ડીંગ (ઈલેક્ટ્રીકલ), ૨. કટીંગ એન્ડ ટેલરીંગ (શિવણ), ૩. પ્લમ્બીંગ આસિસ્ટન્ટ(પ્લમ્બર) ૪. ટુ-વ્હીલર ઓટો રીપેરર, ૫. હેર એન્ડ સ્કીન કેર(બ્યુટી પાર્લર), ૬. ઓફસેટ પ્રિન્ટર, ૭. ડી.ટી.પી ( કોમ્પ્યુટર ) માં દિવ્યાંગ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે વર્ષ ૨૦૦૨ માં આઈ. ટી.આઈ.ના પ્રોજેક્ટ માટે L.C.I.F તરફથી માતબર રકમનું દાન આ દિવ્યાંગ બાળકોના વ્યવસાયિક અભ્યાસ માટે મળેલ છે. દિવ્યાંગ બાળકોને આઈ.ટી.આઈ.ની તાલીમ આપતી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સંસ્થા છે. આઈ.ટી.આઈ.ની તાલીમ મેળવી અત્યાર સુધી ૧૪૮૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ રોજગારી મેળવવામાં સફળ થયા છે.
૬૨, બી.જે. બિરાદરી હોલ (દિવ્યાંગ છાત્રાલય)
લાયન્સ આઈ.ટી.આઈ. માં તાલીમ માટે આવતા દિવ્યાંગ તાલીમાર્થીઓ ગુજરાત રાજ્ય તેમજ રાજ્સ્થાન ,મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારો માંથી આવે છે જેઓને રહેવા -જમવા ની સગવડ વિના મૂલ્યે આપવામાં આવે ત્યારેજ તાલીમ મેળવવી શક્ય બંને છે આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અતિ પછાત અને આર્થિક રીતે નબળા પરિવાર માંથી આવે છે તેઓને વિનામૂલ્યે સગવડો આપવામાં ન આવે તો તાલીમથી વંચિત રહી પોતાના જીવનનો વિકાસ સાધી શકતા નથી માટે સંસ્થા ધ્વારા સ્વખર્ચે ૬૨,બી.જે.બિરાદરી હોલ (દિવ્યાંગ છાત્રાલય) શરુ કરવામાં આવી જેમાં રહેવા-જમવાની સુવિધાઓનો તમામ પ્રકારનો ખર્ચ સંસ્થા ધ્વારા વાહન કરવામાં આવે છે.